અનાવલમાં ગૌહત્યાના ગુનેગારોને સખત સજાની માગ

Wednesday 13th July 2016 08:16 EDT
 
 

બારડોલીઃ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા અનાવલ - પાંચકાકડા ગામે કાવેરી નદીના કિનારે ચારથી પાંચ મુસ્લિમ ખાટકીઓ દ્વારા છઠ્ઠીની મધરાત્રે ૬થી ૭ ગાયો કાપી હોવાની ઘટના બની હતી. આ ઘટનાથી અનાવલ ગામના આગેવાનો સ્થળ ઉપર પહોંચી જતાં ખાટકીઓ ગાયો કાપવાના સાધનો મૂકીને ભાગી છૂટ્યા હતાં. આગેવાનોએ મહુવા પોલીસને આ બનાવની જાણ કરતાં તેઓ પણ સ્થળ પર પહોંચી હતી અને એ પછી સમાચાર વાયુવેગે આજુબાજુના ગામોમાં પ્રસરી જતાં સ્થાનિક ગ્રામજનોના મોટા ટોળાં અનાવલ ગામે સર્કલ પર એકત્રિત થયાં હતાં. જ્યાં વાતાવરણ તંગ થતાં ટોળુ વિખેરવાનો પ્રયાસ પોલીસે કરતાં પોલીસ અને ટોળાં વચ્ચે સંઘર્ષ થયો હતો.
રમઝાન ઈદના આગલા દિવસે ગાયોની કતલ થવાથી ગૌહત્યા આચરનારાઓને આકરી સજા ફટકારવા માટે ગણદેવીના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર અપાયું છે.
 આ કૃત્ય કરનારાઓને કડક સજા નહીં થાય તો બજરંગ દળ કાર્યવાહી કરશે તેવી ચીમકી પણ અપાઈ છે. જોકે તાલુકા મામલતદાર વતી દક્ષાબહેન નાયકે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. આવેદનપત્ર આપવા વિહિંપ અને બજરંગ દળના હિરેન શાહ, રઘુ ભરવાડ, રાજુ ઢિમ્મર, કિરણ આચાર્ય અને કલ્પેશ પટેલ સહિત આગેવાનો હાજર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter