વલસાડઃ વસંત ઋતુ આવતાં સામાન્ય રીતે આંબા મહોરે અને એપ્રિલ-મેમાં કેરીનો પાક ઊતરે એ ગણતરી ગ્લોબલ વોર્મિંગના કારણે ખોટી પડી છે.
ડિસેમ્બરની ભારે ઠંડી પછી વલસાડી આફૂસના આંબે મોર આવે છે, પરંતુ કુદરતનો ચમત્કાર કહો કે ગ્લોબલ ર્વોર્મિગની અસર. દક્ષિણ ગુજરાતના અબ્રામામાં રહેતા ખેડૂત કલ્પેશભાઈ પટેલની આંબાવાડીમાં જાન્યુ.ના અંતમાં જ ચાર ઝાડ પર કમોસમી વલસાડી આફૂસનો ૧૦ મણ જેટલો પાક લચી પડ્યો છે. કલ્પેશભાઈની વાડીની કેરીઓ વલસાડની કેરી માર્કેટના વેપારીઓની દુકાને પહોંચતા જ માર્કેટમાં હલચલ મચી ગઇ છે. આ કેરીઓ રૂ. ૨૫૦૦ની મણના ભાવે વેચાઈ પણ ગઈ હતી.