સુરતઃ મૂળ અમરેલીના સાળવા ગામના રવિ ઠાકરશીભાઈ દેવાણી (ઉં. વ. ૨૨)નો પરિવાર સુરતના કામરેજમાં રહે છે. રવિ અમદાવાદમાં જનરલ ઇન્સ્યુરન્સ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિ.ની ફરજ બજાવતો હતો. રવિ અમદાવાદમાં પેઈન ગેસ્ટ તરીકે રહેતો હતો. ૬ઠ્ઠી એપ્રિલે બાઈક પર નીકળેલા રવિનો ધરણીધર દેરાસર પાસે ગાય સાથે અથડાતાં અકસ્માત થયો અને હોસ્પિટલમાં દાખલ કરાયેલો યુવાન મૃત્યુને ભેટ્યો હતો. પરિવારની સંમતિ બાદ ૮૭ મિનિટમાં જ રવિનું હાર્ટ મુંબઈ પહોંચ્યું અને યુક્રેનની યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. યુવાનનાં કિડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુ પણ દાન કરાયાં હતાં.