સુરતઃ અમેરિકામાં ભારતીયની એક જ્વેલરી કંપનીએ ધ સધર્ન ન્યૂ યોર્ક કોર્ટમાં નાદારી નોંધાવી છે. સુરત હીરાબજારમાં ચર્ચા છે કે, ભારતની અને મુંબઇ ઉપરાંત વિવિધ શહેરો સાથે સંકળાયેલી જવેલરી કંપની દ્વારા અમેરિકામાં રિટેઇલ ચેઇન ચલાવવામાં આવતી હતી. જેના દ્વારા અમેરિકામાં ૨૦૦૬મા પાર્ટનરશિપમાં વેપાર શરૂ કર્યો હતો. કંપનીએ હાલમાં ન્યૂ યોર્કની કોર્ટમાં નાદારીની પ્રક્રિયા હાથ ધરી અરજી ફાઇલ કરી છે. ચર્ચા મુજબ આ કંપની ૧૦થી ૬૦ મિલિયન ડોલર વચ્ચે નાદારી નોંધાવશે. જે મુજબ રૂ. ૭૦ કરોડથી રૂ. ૪૦૦ કરોડ સુધીની રકમમાં નાદારીની નોંધણી થઇ શકે છે. આ કંપની લૂઝ ડાયમંડ, જેમ સ્ટોન અને બ્રાન્ડેડ જ્વેલરીનું ૨૦૦૬ના અરસામાં કામકાજ શરૂ કર્યું હતું.