સુરતઃ કામરેજ પોલીસમથકે ચક્કાજામ કરવાના ગુના બદલ કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે હાજર થયેલા પાસના કન્વિનર અલ્પેશ કથીરિયાને ૩૦મી નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ રાજકોટ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ દરમિયાન ૧૯મી ઓક્ટોબરે ભારતના રાષ્ટ્રધ્વજને ઊંધો કરવાના મુદ્દે હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. જેના દેખાવના ભાગરૂપે કામરેજ હાઈવે ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો.
અલ્પેશ એલએલબીનો વિદ્યાર્થી
અલ્પેશ એલએલબીનો અભ્યાસ કરતો હોવાથી ૩જી ડિસેમ્બરથી તેની પરીક્ષા શરૂ થઈ રહી છે. જે મુદ્દાને પણ ધ્યાને લેવામાં આવ્યો હતો અને તેના રિમાન્ડને લંબાવાયા નહોતા.