સુરત: મુસ્લિમ એકતા જાળવી રાખવા માટે અને કોંગ્રેસી અહેમદભાઇ પટેલને ગુજરાતના વઝીરે-એ-આલમ બનાવવા માટે મુસ્લિમ સમુદાય ફ્કત કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપે. તેવા લખાણ સાથેના બેનરો સુરતમાં લઘુમતી વિસ્તારોમાં લાગતાં વિવાદ સર્જાયો હતો.
સુરતમાં પહેલા તબક્કાના મતદાન પહેલાં ઉધના દરવાજા ઉપરાંત કેટલાક લઘુમતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં કેટલાક બેનર લાગ્યા હતાં. જેમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલના ફોટા સાથે કોગ્રસના પંજાના નિશાન અને કોગ્રેસ આવે છે તે લખાયું હતું. બેનર નીચે મુસ્લિમ એકતાને જાળવી રાખવા માટે અને અહેમદભાઈ પટેલને ગુજરાતના વઝીર એ આલમ બનાવવા માટે મુસ્લિમસમાજ ફક્ત કોગ્રેસ પાર્ટીને જ વોટ આપે તેવું લખાયું હતું.
વિવાદી પોસ્ટર અંગે શહેર કોંગ્રસ પ્રમુખે કોઈ ખુલાસો કે ટિપ્પણી કરી નથી, પણ કોગ્રસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ પોલીસ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે, આ પ્રકારના બેનર-પોસ્ટર હિન્દુ મુસ્લિમ બંને કોમ વચ્ચે તિરાડ પડે તે માટે અજાણ્યા લોકોએ લગાડ્યા લાગે છે. કોઇ પાર્ટી કે પક્ષને ફાયદો કરાવવાનો આ પ્રયાસ હોવાનું જણાય છે. જેથી તેની ક્રાઇમ બ્રાંચ મારફત તપાસ થવી જોઇએ.