સુરત: મુંબઈ-સુરતની મોટી આંગડિયા પેઢીના સંચાલકોએ ઉઠમણું કર્યાથી રાજ્યભરમાં તેની તમામ ઓફિસો બંધ થતાં ગ્રાહકો અને લોકોનાં રૂ. ૧૦૦૦ કરોડ ફસાયાની ચર્ચા છે. આ પેઢીના સંચાલકો ૨૦૧૭માં નોટબંધીમાં આર્થિક ભીંસમાં ફસાયા ત્યારે પણ ઉદ્યોગકારો સાથે સમાધાન થતાં ૪૦થી ૪૫ ટકા રકમ આપવાની નોબત આવી હતી. જોકે, તે વખતે સુરતની બે મોટી કંપનીના બે ઉદ્યોગકારોએ પેઢીને ટેકઓવર કરી હતી. હવે આ બે ઉદ્યોગકારોએ પેઢીમાંથી સપોર્ટ ખેંચી લેતા પેઢીના સંચાલકો આર્થિક ભીંસમાં ફસાયાની અને પેઢીના વહીવટ કરનારાએ આત્મહત્યા કર્યાની ચર્ચા છે.