નવસારીઃ ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતોને લોન માટે દુબઈની કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડમાંથી કરોડો રૂપિયા લઈને છેતરપિંડી કરનારા અંકિત મહેતાને ડાંગ પોલીસે આઠમીએ મહારાષ્ટ્રના લોનાવાલાથી ઝડપી પાડ્યો હતો. આદિવાસી ખેડૂતોની આર્થિક સહાય માટે દુબઈની યુનિવર્સલ રોબો ઇનોવેશન કંપનીના સીએસઆર ફંડમાંથી રૂ. ૨૫ કરોડ ખર્ચવાની વાત કરી અંકિત મહેતા અને ભાવેશ્રી દાવડાએ ડાંગ જિલ્લા કલેક્ટરને વિશ્વાસમાં લઈ ‘ડાંગ કૃષિ વિકાસ’ એનજીઓની સ્થાપના કરી હતી. બાદમાં અંકિત મહેતા, ભાવેશ્રી દાવડા અને તેના કર્મચારી કૃણાલ સોલંકીએ ખેડૂતો માટે કોઈ કામગીરી કરી નહીં તેથી તેમની સાથે છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી.