રાજ્યની આદિવાસી મહિલાઓ સંચાલિત પ્રથમ બેકરી

Saturday 31st October 2015 07:38 EDT
 

રાજ્યમાં સૌથી પહેલી આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત બેકરી આદિવાસી પંથક ગણાતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં શરૂ થવાની છે. જંગલના ખોળે શરૂ થનારી આ બેકરીની વાનગીઓમાં મેંદાના લોટના બદલે ઘઉં, બાજરા અને મકાઈના લોટનો ઉપયોગ કરાશે અને ઔષધીય વનસ્પતિઓમાંથી બનાવાતી પ્રોડક્ટ્સ - વાનગીઓનું બેકરીમાં વેચાણ થશે. આદિવાસીઓને રોજગારી મળે અને આદિવાસી સ્ત્રીઓ પગભર બને તે હેતુથી આદિ ઔષધિ ગ્રૂપ દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. આગામી મહિનામાં બેકરીમાં બનનારી તમામ પ્રોડક્ટસ ઔષધીય વનસ્પતિમાંથી બનશે. જેનું ડેડિયાપાડાની સાથે સાથે દક્ષિણ ગુજરાતના બીજા કેટલાક ચુનંદા તાલુકાઓમાં પણ વેચાણ થશે. આ માટે માર્કેટિંગની જવાબદારી પણ ગ્રૂપની મહિલાઓ જ સંભાળશે. આ બેકરી શરૂ કરવા માટે નાબાર્ડ બેંકે રૂ. ૪.૩૫ની સહાયની જાહેરાત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter