પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે, પાટીદાર અનામતની માંગણીને કારણે ૧૦ યુવાનોએ શહીદી વહોરી છે. તેણે આકરા શબ્દોમાં લખ્યું હતું કે, માલિકને મારીને હાથીને પડાવી ન લેવાય, હાથી કચડી નાંખે. જેની શરૂઆત થઈ ગઈ છે. પાટીદાર ભાજપની જાગીર નથી. અમે કોંગ્રેસના એજન્ટ પણ નથી, પટેલવાદ એક્શન નહીં, પણ રિએક્શન સ્વરૂપે બહાર આવ્યો છે. પત્રમાં હાર્દિકે પ્રશ્ન ઊઠાવ્યો હતો કે, આનંદીબહેન પટેલ છે કે નહીં? આ ઉપરાંત હાર્દિકે ગુજરાતના સીએમ આનંદીબહેન પટેલને ચીમકી આપતા જણાવ્યું હતું કે ભાજપ એ અંગ્રેજોની તાલે ચાલે છે. ભાજપના વડવાઓ કહેતા હતા કે, અંગ્રેજોની જેમ કોંગ્રેસ કરે છે. હું આઝાદ ભારતમાં જન્મયો હોવા છતાંય આ બીજેપીના રાજમાં હું આઝાદ નથી.