ઉમરગામઃ દક્ષિણ ગુજરાત સ્થાનિક પોલીસ અને જળસીમા રક્ષક દળ - સાગર સુરક્ષા કવચ મોકડ્રિલ દરમિયાન બાતમીના આધારે સોમવારે સવારે ઉમરગામ દરિયાકિનારે જેટી પર ગુપ્ત વોચ ગોઠવાઈ હતી ત્યારે દમણ તરફથી દરિયામાં એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઉમરગામના દરિયામાં પકડી પડાઈ હતી. બોટમાં દસ આતંકવાદીઓ સવાર હતા. આ ઉપરાંત બોટની તપાસ કરવામાં આવતાં તેમાંથી બોમ્બ તથા આરડીએક્સ લખેલું એક બોક્સ મળી આવ્યું હતું. પકડાયેલા આતંકવાદીઓ ઉમરગામના ભીડભાડવાળા વિસ્તારોમાં વિસ્ફોટ કરીને આતંક ફેલાવવાના હતા તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત રવિવારે પણ ચાલેલી દરિયાકિનારાની ચેકિંગ ઝુંબેશમાં દમણ નજીકના દરિયામાંથી બોટમાં કરાચીનો માણસ મળતાં તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.