સુરતઃ જિલ્લાના કોસંબા નજીક માંગરોળ તાલુકાના મહુવેજ ગામના હદમાં આવેલા ફેડરીલ ટેક્સટાઇલ પાર્કમાં કુસુમગર નામની ફેક્ટરી ભારતીય સૈન્ય માટે બુલેટપ્રૂફ જેકેટ, બુલેટપ્રૂફ હેલ્મેટ અને પેરાશૂટનું કાપડ બનાવે છે. આ કંપનીમાંથી વાપી અને કોસંબામાં છેલ્લા ૭ વર્ષથી નોકરી કરતાં ઝારખંડનો નકસલવાદી ગુડુસિંહ અનિરૂદ્વસિંહ તાજેતરમાં પકડાયો છે. ઝારખંડમાં સંખ્યાબંધ બોમ્બ વિસ્ફોટ હથિયારો રાખવા અને હત્યાના ગુનાઓમાં તે વોન્ટેડ છે. પોલીસે આ અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.