સુરતઃ રવિવારે સુરતના વેસુમાં આવેલી એક રેસ્ટોરાંમાં એક વિચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. ‘ઇંડિયા કા પહેલા પાદ-શાહ’ નામની વાછૂટની આ સ્પર્ધા માટે કુલ ૬૦ ફોર્મ ભરાયા હતા અને દેશના જુદા જુદા રાજયોમાંથી ૨૫૦ જેટલી ઇન્કવાયરી મળી હતી, પરંતુ સ્પર્ધા શરૂ થઇ ત્યારે માત્ર બે જ સ્પર્ધકો મંચ પર આવ્યા હતા. સુરતનો એક સ્પર્ધક સ્પર્ધાના ઇનામ વિતરણના પાંચ મિનિટ પહેલાં તૈયાર થતાં તેને પણ ભાગ લેવા માટે તક આપવામાં આવી હતી.
કહેવાય છે કે સ્પર્ધામાં પાટણ અને બારડોલીથી સ્પર્ધક આવ્યા હતા, પણ મીડિયા અને કેમેરા સામે આવવાનું ટાળતાં તેઓ દર્શક બની ગયા હતા. સુરતમાં યોજાયેલી ભારતની પ્રથમ પાદ-વાછુટ સ્પર્ધાને મોળો પ્રતિસાદ મળ્યો છે.
આયોજકોનું કહેવું હતું કે, જે ૨૫૦ દર્શકો આવ્યા હતા. તેમાંથી કેટલાક સ્પર્ધક પણ હતા, પરંતુ પ્રિન્ટ અને ઇલેકટ્રોનીકસ મીડિયાના કેમેરાઓ જોઇ તેઓ ડરી ગયા હતા. મીડિયામાં મજાકનું પાત્ર બનવાના ભયે તેઓ સ્પર્ધક મટીને દર્શક બની ગયા હતા. જેને પગલે બહુ ગાજેલી આ સ્પર્ધામાં કુલ ત્રણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધકનું કહેવું હતું કે ભારતમાં પ્રથમવાર આ પ્રયાસ ભલે ખૂબ સારો રહ્યો ન હોય, પરંતુ એક શરૂઆત થઇ છે.
ભવિષ્યમાં કોઇ બીજા શહેરો તેનું આયોજન કરશે
કોની પાદનો અવાજ મોટો કે સંગીતમય તે જાણવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. કોની પાદનો અવાજ મોટો અને લાંબો છે. અથવા કોની પાદનો અવાજ મ્યુઝિકલ છે તે જાણવા માટે ડેસીબલ મીટર યંત્ર મૂકવામાં આવ્યું હતું. તે ઉપરાંત બે વોઇસ રેકોર્ડર, બે માઇક મૂકવામાં આવ્યા હતા અને તે લેપટોપ સાથે કનેકટ કરવામાં આવ્યા હતા. ડેસિબલ યંત્ર એવું હતું કે પવનની ગતિ સહેજ વધે તો તેના સુસવાટા પણ રેકોર્ડ કરી શકે છે.
સ્પર્ધાના નિયમો
• સૌથી મોટા અવાજે કોણ પાદી શકે
• મોટા અવાજે પાદવા સાથે લાંબો સમય કોણ પાદી શકે
• સૌથી ગંધાતી, દુર્ગંધ મારતી પાદ કોણ મારી શકે
• જુદા જુદા અવાજો સાથે મ્યુઝીકલ પાદ કોણ મારી શકે છે