દક્ષિણ ગુજરાતમાં છેલ્લા વર્ષે રોપણ પદ્ધતિથી ૧ લાખ ૬૦ હજાર એકર અને સુરત જિલ્લામાં ૬૦ હજાર એકર ડાંગરની વાવણી કરાઈ હતી. જ્યારે ઔરણ પદ્ધતિથી આહવા ડાંગ કે અન્ય આદિવાસી વિસ્તારમાં ૫૦ હજાર એકર રોપણી કરવામાં આવે છે. સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ તાલુકાના બરબોધન, ભેંસાણ, સોંડલાખારા, પારડી, અંભેટા, સોસક અને માસમાં જેવા ૬૦ ગામો આ પાકની રોપણ પદ્ધતિથી વાવણી કરે છે. જેમાં નાથ અને ગુજરી જાતીના ડાંગરનો પાક લેવાય છે, જે ખાસ કરીને પૌંઆ અને મમરાની બનાવટમાં વાપરવામાં આવે છે. ઓલપાડ તાલુકાના ડાંગરનો પાક પૌઆ અને મમરા માટે જાણીતો છે.