સુરતઃ એડવોકેટ સ્નેહલ વકીલના લેખિત સાયબર ક્રાઈમ પર આધારિત પુસ્તક ‘વોર ફોર્સ’નું ગુજરાત રેન્જના પોલીસ અધિકારી ડો. સમશેર સિંહ અને કાપડિયા હેલ્થ ક્લબના ડિરેક્ટર પંકજ કાપડિયા દ્વારા નવમી ઓક્ટોબરે સુરતમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
પુસ્તકના લેખક એડવોકેટ સ્નેહલ વકીલનાએ આ પ્રસંગે કહ્યું હતું કે, આજના સમયમાં આપણે બધાં જ સાયબર ક્રાઇમનો ભોગ બનીએ છીએ. જેથી આ લડત આપણે એકલા લડીએ એના કરતાં એકબીજાનો હાથ પકડીને સાથે મળીને સાયબર ક્રિમિનલ્સ સામે એક ટફ ફાઇટ આપીએ. પોલીસ ડિપાર્ટમેન્ટની મદદથી આપણી આ ‘વોર ફોર્સ’ને પુસ્તકમાં દર્શાવેલ સિક્યોરિટી મેઝર્સ અપનાવી વધુ તાકતવર બનાવીએ.
આ પુસ્તકમાં સાયબર ક્રાઇમ, સાયબર લો, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન તથા સાયબર ફોરેન્સિક વિશે તથા વિવિધ પ્રકારનાં સાયબર ક્રાઇમ અને તેના નિયમો વિશે, સાયબર ક્રાઇમનો ભોગ બનવાથી કેવી રીતે બચી શકાય? તે વિશે તથા તેનો ભોગ બન્યા બાદ શું કરવું જોઈએ? તે વિશેની જાણકારી આપવામાં આવી છે.