કંકોતરીમાં નોંધઃ ચાંલ્લામાં રોકડ કે ભેટ નહીં માત્ર પુસ્તકો સ્વીકારીશું

Wednesday 22nd February 2017 06:45 EST
 
 

સુરતઃ વરાછામાં રહેતા મનસુખભાઈ નાથાભાઈ વઘાસિયાના બે દીકરાઓ રાજેશ અને હિતેશનાં લગ્ન ૧૬મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. આ લગ્નમાં ચાંલ્લાને બદલે પુસ્તકો ભેટ આપવા તેવી નોંધ કંકોતરીમાં પણ હતી. વઘાસિયા પરિવારનાં દીકરાઓને લગ્નની શુભેચ્છા આપવા સગા-સંબંધીઓ હાથમાં પુસ્તકો લઈને લાઇનમાં ઊભા પણ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંદાજે ૧૫૦૦ પુસ્તકો ભેટમાં આવ્યા અને પુસ્તકોની હવે લાઇબ્રેરી બનાવવામાં આવશે. આ લાયબ્રેરીમાંથી લોકોને વાચવા માટે વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવશે.
પુસ્તકોની ભેટ આપવા માટે તો પુસ્તકની દુકાને ગયા!
નવવધૂ પ્રિયંકા વઘાસિયા કહે છે કે, અમારો હેતુ એ હતો કે અમને ભેટ આપવા માટેના પુસ્તકો ખરીદવા માટે અમારા સગા-સંબંધીઓ પુસ્તકોની દુકાનમાં જાય અને દુકાનમાં વિવિધ પુસ્તકો જોઈને એમની વાંચનભૂખ પણ ઉઘડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter