રાજપીપળા: નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠક પર નવમીએ મતદાન થયું હતું. મતદાન બાદ ઇવીએમ વીવીપેટ કીટ સીલ કરીન સ્ટ્રોંગરૂમમાં મૂકી દેવાયા હતાં જોકે દસમીએ ડેડિયાપાડાના કંજાલ ગામનું એક વીવીપેટ ઇવીએમ સાથે જીપના ડ્રાઇવર અને આ વિસ્તારના નાગિકો જમા કરાવવા આવતાં તંત્ર ચોકી ઉઠયું હતું. જોકે તપાસના અંતે જાણવા મળ્યું હતું કે આ વીવીપેટ રિઝર્વ હતું. આમ, છતાં તંત્રની બેદરકારી છતી થઇ છે. ડેડિયાપાડા વિધાનસભાના ૧૭ નંબરનાં ઝોનલ અધિકારી કૌશિક કાપડને ચેક રીઝર્વ ઇ.વી.એમ. અને વીવીપેટ ફળવાતું હતું. કારણ કે આ વિસ્તાર એ નોન કનેક્ટીવી ધરાવતો હોવાથી તંત્ર દ્વારા એક રિઝર્વ મશીનની કિટ ફળવાઇ હતી. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ અને વીવીપેટ પરત રાજપીપળાના સ્ટ્રોંગ રૂમમાં લાવીને સીલ કર્યા હતાં. જોકે ઝોનલ અધિકારી એક રિઝર્વ વીવીપેટ અને ઇવીએમ ભાડે કરેલી ખાનગી ગાડીમાં ભૂલી ગયા હતાં.