કાર બસ ટેન્કર વચ્ચે અકસ્માતઃ ૮નાં મોત

Tuesday 10th March 2020 06:20 EDT
 

સોનગઢ: સોનગઢના પોખરણ ગામના પાટિયા પાસે બીજી માર્ચે હાઇવે પર રોંગ સાઇડ પર આવતા ટેન્કર ચાલકે સામેથી આવતી એક એસટી બસને ટક્કર મારી હતી. આ સમયે બસની પાછળ આવતી એક કારનો ચાલક બસને ઓવરટેક કરતો હતો. તેને પણ ટેન્કરની ટક્કર વાગી હતી.
આ ટ્રિપલ વાહન અકસ્માતમાં બસચાલક, ટેન્કરચાલક અને કારમાં બેઠેલા ૪ મુસાફરો અને અન્ય ૨ મળી કુલ ૮નાં મોત થયાં હતાં. અકસ્માતમાં મરણ પામનારામાં ૮ પૈકી ૧ મહિલા અને બાકીના ૭ પુરુષોનીઓ સમાવેશ થયા છે. કારમાં બેઠેલા મુસાફરો સુરતમાં એક યુવતીની લૌકિક ક્રિયા માટે સુરત આવ્યા હતા.
પરત ફરતી વખતે તેઓ આ અકસ્માતનો ભોગ બની ગયા હતા. આ બનાવમાં ૨૭ જેટલા મુસાફરોને ઇજાગ્રસ્ત હાલતમાં સોનગઢ અને વ્યારા ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter