નેત્રંગઃ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામના ગણેશ વસાવા અને સુરતના માંગરોલના ભીલવાડી ગામના સતિષ વસાવા એમ સાળા-બનેવીનો પરિવાર પહેલી ઓક્ટોબરે સ્કોર્પિયો કારમાં નેત્રંગની ઝરણાવાડી જઇ રહ્યા હતા. ચાસવડ ગામ પાસે સામેથી અન્ય વાહન ચાલકે ગણેશની કાર પર સીધી લાઇટ મારતાં કાર પાછી વાળીને વાહનનો પીછો કર્યો હતો. દરમિયાન ગણેશે પૂર ઝડપે કાર હંકારતા કંબોડિયાના ટર્નિંગ ઉપર સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર ધડાકાભેર બે ઝાડ સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી. કારમાં સવાર તમામ લોકો બહાર ફંગોળાયા હતા. જે પૈકી ઝરણાવાડીના નિર્મળ વસાવા, બાજુબહેન ગણેશ વસાવા, સુરત માંગરોલના ભીલવાડાના નીતાબહેન સતીષ વસાવા અને રાકેશ રામજી વસાવાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અન્ય ૪ ઇજાગ્રસ્તોને નેત્રંગ સામૂહિક કેન્દ્રમાં સારવાર બાદ ભરૂચ સિવિલમાં ખસેડાયા હતાં.