સુરતઃ કિશોર ભજીયાવાલા અને તેના બે પુત્રો તેમજ સુરત પીપલ્સ કો.ઓ. બેંકના સિનિયર જનરલ મેનેજર પંકજ ભટ્ટ સામે ગાંધીનગર સીબીઆઈએ કેસ રજિસ્ટર્ડ કરીને દરોડાની કાર્યવાહી હાથ ધરતા વધુ રૂ. ૧૧૯૮ લાખની રૂ. ૨ હજારની નવી નોટ મળી આવી છે. એટલું જ નહીં સુરત પીપલ્સ કો. ઓ. બેંક સિનિયર જનરલ મેનેજર પંકજ ભટ્ટના રહેઠાણે પણ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. સીબીઆઈએ ચારેય આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.