સુરત: છ વર્ષ અગાઉ એક નિવૃત્ત પોલીસ અધિકારીની ૧૫ વર્ષીય દીકરીને ધમકી આપી ઘરથી ભગાડીને બળાત્કાર ગુજારીને તેની સાથે બળજબરી લગ્ન કરનારા અને ધર્મ પરિવર્તન પણ કરનારા આરોપી સમીર ઉર્ફે અલી હુસૈનને સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા અને રૂ. એક હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારી હતી.
લિંબાયતમાં રહેતી અને નજીકની શાળામાં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય કિશોરીને સમીરે એક મોબાઈલ ફોન આપ્યો હતો અને મિસ કોલ કરે ત્યારે વાત કરવા જણાવ્યું હતું. ૧૮ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ફોન કરીને ડોક્યુમેન્ટ અને કપડાં તૈયાર રાખવા જણાવ્યું હતું. તેને જણાવ્યું હતું કે તારે મારી સાથે મારા ગામ આવવાનું છે. જે અંગે કિશોરીએ ના પાડતા આરોપીએ મા-બાપને મારી નાંખવાની ધમકી આપી હતી.
એ પછી સમીર કિશોરીને ભગાડીને અલ્હાબાદ લઈ ગયો અને તેની પર બળાત્કાર ગુજારીને તેની સાથે લગ્ન કરીને તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. આ કેસની પોલીસમાં નોંધ થયા પછી પોલીસે તપાસ કરીને સમીરની ધરપકડ કરી હતી.