નવસારીઃ એગ્રીકલ્ચર પાસે સમીર ગાંધીની વાડીમાંથી ૧૪મી માર્ચે એક તરછોડાયેલું નવજાત બાળક મળી આવ્યું હતું. કૂતરાએ શિશુના ડાબા પગનો ગુપ્તાંગ સુધીનો ભાગ ફાડી ખાધો હતો. બાળકને એટલી હદે ઇજાઓ હતી કે તે બાળક છે કે બાળકી તે પણ ઓળખવું તબીબો માટે મુશ્કેલ બન્યું હતું. જોકે નવજાતે ફ્રોક પહેર્યું હોવાથી બાળકી હોવાનું અનુમાન લગાવાયું હતું. હોસ્પિટલે જણાવ્યું કે, શિશુને જ્યારે આયાએ હાથમાં લીધું તો આયાની આંખ પણ ભીની થઈ ગઈ હતી. તે આ નવજાતને સારવાર માટે લઈ જતાં કંપી ઊઠી હતી. બાળકને નવસારીની સિવિલ હોસ્પિટલથી સુરત નવી સિવિલમાં રિફર કરાતાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું.
આ કેસમાં નવસારી જલાલપોર પોલીસે ફરિયાદ નોંધીને નવસારી અને આસપાસની તમામ હોસ્પિટલોમાં તાજેતરમાં થયેલી ડિલિવરી અંગે તપાસ આદરી છે.