સુરત: સુરતમાં ભાજપના ચાર નગરસેવકો લાંચ લેતા પકડાયા પછી હવે કોંગ્રેસી કોર્પોરેટર પણ લાંચ લેતા ઝડપાયા છે. વોર્ડ નં. ૧૮, આંજણા-ખટોદરા વિસ્તારમાંના નગરસેવક લીલા સોનવણેના પુત્ર કૃણાલ, તેના સાથી અને ઓફિસબોય રૂ. ૧૫ હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચની રકમ ૧૬ વર્ષીય ઓફિસબોયે સ્વીકારી હતી. એક વ્યક્તિનું મકાનનું બાંધકામમાં ચાલતું હતું આ બાંધકામ ગેરકાયદે હોવાનું કહી બાંધકામ તોડવું ન હોય તો રૂ. ૧૫ હજાર આપવા પડશે એવી ધમકી આપીને લાંચ લેવાઈ હતી.