સુરત: મુંબઈના મલાડમાં રહેતી અને દેહવિક્રય કરતી ૨૧ વર્ષીય યુવતીને ૨૮મી માર્ચે સુરતના કારા ઉર્ફે રમેશ કાબાએ રૂ. ૧૫૦૦૦માં યુવતી સાથે દેહસંબંધ બાંધવાનો સોદો નક્કી કર્યો હતો. ૨૮મીએ રાત્રે સાડા અગિયારે યુવતીને વિજય હળમતારામ પરમાર નામનો માણસ તેના અડાજણના ફ્લેટ પર લઈ ગયો હતો. ૨૯મીએ તેણે ત્રણ ગ્રાહક બોલાવી રૂ. ૧૫ હજાર લઈને યુવતી સાથે શરીરસંબંધ બંધાવ્યો હતો. તે જ રાત્રે ૮ વાગ્યે યુવતીએ કહ્યું કે મને રૂપિયા આપી દો. મારે મુંબઈ જવું છે, પણ વિજયે યુવતીને કહ્યું કે, બહાર જવું પડશે તો જ રૂપિયા મળશે. અંતે યુવતી નાછૂટકે તૈયાર થઈ. વિજયે તેને એક યુવાન સાથે કારમાં કડોદરા વાકાંનેડામાં આવેલા રમેશ કાબાના ફાર્મ હાઉસ પર મોકલી આપી.
ફાર્મ હાઉસમાં ૯ વ્યક્તિને જોતાં યુવતીએ ત્યાં રોકવાનો ઈનકાર કર્યો તો આર. કે. તેને માર મારીને રૂમમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. એ પછી યુવતીને બાજુના રૂમમાં ચાર યુવાનોને સોંપી દીધી અને તમામે તેના પર દુષ્કર્મ કર્યું.
૨૯મીની રાતના ૧૧-૩૦થી લઈને ૩૦મીની સવારના પાંચ વાગ્યા સુધી અત્યાચારનો ભોગ બનેલી યુવતીએ ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આર. કે.ના ડ્રાઈવરની ધરપકડ કરી છે. રમેશ કાબા રવિવારે જ પોલીસને શરણે આવ્યો હતો અને પાંચ આરોપીઓમાંથી એક અનિલ ઠુમ્મરની પોલીસે ત્રીજીએ ધરપકડ કરી હતી.