વલસાડઃ ભાજપના જિલ્લા મહામંત્રી અને કોસંબા ગ્રામ પંચાયતના સરપંચ ગિરીશ ટંડેલ પર છઠ્ઠી ફેબ્રુઆરીએ વલસાડ તાલુકા પંચાયતના પટાવાળા વિજય રાઠોડ તથા ગુંદલાવના તલાટી શ્રેણિક ગજ્જરે અદાવતમાં હુમલો કર્યો હતો જેના લીધે ગિરીશભાઈને હોસ્પિટલ લઈ ગયા અને બંનેની ધરપકડ બાદ સિટી પોલીસે થોડા સમયમાં તલાટીને છોડી મૂક્યા અને વિજય ભાગી છૂટતાં રોષે ભરાયેલી ટંડેલની પત્ની સહિતની કોસંબાની મહિલાઓએ વલસાડ પોલીસ સ્ટેશને દેખાવો શરૂ કર્યા હતા. ડિસ્ટ્રીક્ટ સુપરીટેડેન્ટ પોલીસ ત્યાં હાજર નહોતા તેથી ટોળું વલસાડ તા.પં.ની ઓફિસે પહોંચ્યું અને ત્યાંથી વલસાડ સિટી પોલીસ સ્ટેશને પહોંચતાં બંને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની હૈયાધારણા મળતાં ટોળું શાંત પડયંુ હતું.