વલસાડમાં બલસાર ડિસ્ટ્રિકટ એસોસિએશન સરદાર પટેલ સ્ટેડિયમનાં સ્થાપક તેમજ જિલ્લામાં ક્રિકેટને પ્રોત્સાહન સહિત ક્રિકેટની પ્રવૃત્તિનો મૂળ પાયો નાંખનાર કે આર દેસાઇનું ૮૪ વર્ષની જૈફ ઉંમરે ૨૩મી જુલાઈએ તેમના નિવાસસ્થાને નિધન થતાં ક્રિકેટ પ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઈ હતી. વલસાડ જિલ્લામાં કિક્રેટની રમત માટે આગવું પ્રદાન આપનાર અને કાકાના હુલામણા નામે જાણીતા કે આરના નિધનથી બીડીસીએનાં હોદ્દેદારોમાં પણ દુ:ખની લાગણી પ્રસરી હતી. વલસાડમાં જલારામ રોડ પર આવેલી સોસાયટીમાં વર્ષોથી રહેતા કાંતિલાલ રણછોડજી દેસાઇનો જન્મ મોરાભાગડામાં ૨૭ જાન્યુઆરી ૧૯૩૨માં થયો હતો.
• પંજાબની કંપની સાથે રૂ. ૧ કરોડથી વધુની ઠગાઈઃ વલસાડમાં રહેતા ફિરોઝ ગેબીએ લુધિયાણાની કંપનીના નામે માલની નિકાસ કરી રૂ. ૧ કરોડથી વધુની રકમ પોતાના ખાતામાં જમા કરાવી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પંજાબમાં પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પંજાબ પોલીસે વલસાડથી યુવાનની ૨૫મી જુલાઈએ અટક કરી હતી.