સુરત: ઓપરેશનના ૨૧ દિવસ બાદ સિટી સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના આપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હોવાના અહેવાલ છે. ફરી સર્જરી કરી કપડું કાઢવામાં આવ્યું હતું. દશરથભાઇ શિવરાજભાઇ પટેલને હાથ-પગના દુખાવા બાદ ફેમિલી ડોક્ટરની સલાહ બાદ મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા ગયા હતા. ૨૫ ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે ૭ કલાક સુધી ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ હાથ-પગ કામ કરવાના બંધ થઇ ગયા હતા. ટાંકામાંથી પરું નીકળવાનું શરૂ થઇ ગયું હતું. આ પરું નીકળવાનું વધી જતાં દશરથભાઇએ ફેમિલી ડોક્ટરને વાત કરી હતી. જેથી તેમણે સર્જનને બતાવવાનું કહેતાં તેઓ સર્જન ડોક્ટર પાસે ગયાં હતા. જ્યાં સિટી સ્કેન કરાવતાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી હતી.
કપડું બહાર કાઢ્યું તેનો વીડિયો બનાવ્યો
દશરથભાઇના ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પર બહાર આવતાં જોઇ સર્જન ડોક્ટર ચોંકી ગયા હતા. સર્જને કહ્યું હતું કે, આ ભૂલથી ગેગરીન થઇ શકે અને મૃત્યુ પણ થઇ શકે. જેથી ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કાઢવું પડશે. ૧૫મી સપ્ટેમ્બરના રોજ આખું ઓપરેશન વીડિયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું હતું. ડોક્ટર સામે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધવા અરજી કરાઇ છે.
તાજેતરમાં પોલીસે ડોક્ટરને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી.