સુરતઃ આ સુરતના યુવાઓનું સામર્થ્ય ગ્રૂપ છે. આ ગ્રૂપ ડીજે સંસ્કૃતિથી વિપરીત ઢોલ વગાડવાની પરંપરા બચાવવાની સાથે જ ગરીબ પરિવારોના બાળકોની મદદ કરે છે. આ દીકરા દીકરીઓ ઢોલ વગાડીને પૈસા એકઠાં કરે છે અને ગરીબ બાળકોને અભ્યાસમાં મદદ માટે પૈસા દાન કરે છે. આ ગ્રુપમાં કરોડપતિ પરિવારો અને નોકરિયાત વર્ગના સંતાનો છે. આ ગ્રૂપ સાથે ૧૩૦ યુવાઓ જોડાયેલા છે. જેમાં ૧૨ છોકરીઓ પણ સામેલ છે. મદદનો સિલસિલો આઠ વર્ષથી ચાલી રહ્યો છે. ચાલુ વર્ષે આ યુવાઓએ બે લાખ રૂપિયા દાન કર્યાં છે. સંસ્થાપક જૈમિન સારંગ કહે છે કે અમને શહેરના લોકો ઘરેલું કાર્યક્રમોમાં પણ બોલાવે છે. અમારી પાસે ૫૦ ઢોલ, ૧૫ ત્રાંસા છે. ઢોલની ગણતરીના હિસાબે અમે પૈસા લઈએ છીએ અને બધા જ પૈસા ગરીબ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચી નાંખીએ છીએ.