સુરતઃ ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધી અને તેમનાં પત્ની શિવાલક્ષ્મી ગાંધી ૧૭મી જુલાઈએ વિધિવત રીતે સુરત શહેરમાં સ્થાયી થવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે તેઓ નિશ્ચિંત જણાતા હતા.
સુરત શહેરનાં પંજાબી સમાજ દ્વારા રાધાકૃષ્ણ મંદિરનાં પ્રાંગણમાં જ કનુભાઈ અને તેમનાં પત્ની શિવાલક્ષ્મી ગાંધી માટે કાયમી નિવાસ સ્થાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરનાં પંજાબી સમાજ દ્વારા આજીવન તેમની તમામ જવાબદારી લેવાઈ છે. કનુભાઈ ગાંધીને દિલ્હીમાં વૃદ્ધાશ્રમમાં રહેવાના દિવસો આવ્યા હતા.
એ પછી કેન્દ્ર સરકારે કનુભાઈ અને તેમનાં પત્ની માટે કાયમી વસવાટની વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી હતી. જે કનુભાઈએ નકારી હતી. જોકે, સુરતનાં પંજાબી સમાજે તેમને શહેરમાં કાયમી સ્થાયી થવા માટે મનાવી લીધા હતા અને ૧૭મી જુલાઈથી સુરતમાં સ્થાયી થવા માટે દંપતી સુરત આવી પહોંચ્યું હતું.