વાપીઃ દક્ષિણ ગુજરાતની ઉદ્યોગનગરી વાપીથી ગોવા ડેસ્ટીનેશન વેડિંગમાં ગયેલા ઉદ્યોગપતિઓ અને મોટા ધંધાર્થી પરિવારના ૧૨ લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે. એક અહેવાલ અનુસાર, વાપીના ઉદ્યોગપતિના દીકરા અને વાપીના અન્ય ઉદ્યોગપતિની દીકરીનો ગોવા ખાતે રંગેચંગે લગ્ન સમારંભ યોજાયો હતો. જેમાં મ્હાલવા વાપીમાંથી ૨૪ વ્યક્તિ ગોવા ગયા હતા, તેમાંથી અડધોઅડધ એટલે કે ૧૨ જણાને કોરોના સંક્રમિત થયા છે. હવે આ લોકોના સંપર્કમાં આવનારાના કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે.