ઓલપાડઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલુડી ગામે સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના તાબા હેઠળના શ્રી પંચદેવ સહિત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દેશની સરહદ પર ફરજ બજાવતા અને દેશની રક્ષા કાજે શહીદ થયેલા સૈનિકોની સહાય માટે દાનપેટી રાખવામાં આવી છે. ઘલુડી ધામના આ મંદિરમાં થતી આરતી અને પૂજામાં પણ દેશના સૈનિકોને યાદ કરવામાં આવે છે અને સૈનિકોને ભગવાન તુલ્ય માનવામાં આવે છે. આ મંદિરમાં છેલ્લા ૧૦ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા મંદિરના ગુરુજીને સરકારે અનેક વાર સન્માનિત પણ કર્યા છે.
સૈનિકો માટે આખું વર્ષ દાન એકઠું કરીને સુરત કલેકટર કચેરીના માધ્યમથી દાનની રકમ સૈનિકો સુધી પહોંચાડવામાં આવે છે.