નવસારીઃ કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉન થવાથી નવસારી જિલ્લામાંથી ચીકુની હેરાફેરી બંધ થઈ છે. જેના કારણે બાગાયતી ખેડૂતોને દરરોજનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં દરરોજ ૫૦ હજાર મણ જેટલા ચીકુ જતા બંધ થયા છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાત બાગાયતી પ્રદેશ ગણાય છે. જેમાં સેંકડો એકર જમીન પર આંબા ચીકુની વાડીઓ આવેલી છે. હાલમાં લોકડાઉનના લીધે નવસારી જિલ્લામાંથી ગરરોજ અંદાજિત ૫૦ હજાર મણ લઇ જતા સેંકડો વાહનોની અવર જવર બંધ થઈ છે. નિકાસકારો જણાવે છે કે, દરરોજ રૂ. ૧થી ૧.૫ કરોડનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આશરે રૂ. ૧૫ થી ૧૭ કરોડનું નુકસાન ચીકુના બાગાયતદારોને થયું છે.