વડોદરાઃ મહારાષ્ટ્રથી કેટલાક જૈન ભક્તો ગુજરાતમાં દેવદર્શને તથા દેરાસરમાં પૂજા અર્ચના માટે આવ્યા હતા. ભરૂચ પાસેના જૈન દેરાસરોમાં તેમણે દર્શન કર્યા પછી શ્રદ્ધાળુઓને પાછા મહારાષ્ટ્ર લઈ જઈ રહેલી જોષી ટ્રાવેલ્સની લકઝરી બસ ૧૦મીએ બપોરે જંબુસર પાસેથી પસાર થતી હતી ત્યારે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં હેમાંગીબહેન હેમચંદ્ર (ઉ.વ. ૭૫, મુંબઈ), દિનાબેન અશ્વિનભાઈ ભણસારી (ઉ. વ. ૬૦, મુંબઈ), દિનકરભાઈ વ્હોરા (ઉ.વ. ૫૨, મુંબઈ) અને જ્યોતિબહેન સિંધે (ઉ.વ. ૭૨, નાસિક)ના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.