બારડોલી: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં શબ્બીરનગર સૈલાણી ચોકમાં રહેતા મુદત્સીર શેખના લગ્ન સુરતના લિંબાયત મીઠાખાડીમાં ખલીલ મનિઆરની પુત્રી સુમૈયા સાથે પાંચમી ફેબ્રુઆરીએ હતાં. આગલા દિવસે ચોથીએ રાત્રે મુદત્સીર સંબંધીઓ સાથે કારમાં સુરત આવવા નીકળ્યા હતા જ્યારે મોટાભાઈ રિઝવાન શેખ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં રાત્રે ૧૦ વાગ્યે ૩૦થી ૩૫ જાનૈયાઓ સાથે સુરત આવવા માટે નીકળ્યા હતા. તાપી જિલ્લાના વાલોડ પાસે ને. હા. નં - ૫૩ ઉપર બાજીપુરા ગામની સીમમાં વ્યારાથી સુરત જતાં ટ્રક પર બ્રેકડાઉન ઉભેલા ટેન્કરની પાછળ લક્ઝરી બસ ધકાડાભેર અથડાતાં વૃદ્ધ દંપતી અને યુવાન મળી કુલ ૩નાં ઘટનાસ્થળે મોત થયાં હતાં જ્યારે ૧૩ જાનૈયાને ઇજા થઈ હતા.