જૈનધર્મમાં ગચ્છાધિપતિનું પદ સૌથી ઊચું અને જવાબદારી ભરેલું હોય છે. જૈનધર્મના ઘણા સાધુ ભગવંતો આ પદ પર બિરાજમાન છે, પરંતુ એક પટેલ યુવકે જૈન દીક્ષા લીધી હોય અને તેઓ ગચ્છાધિપતિ પણ બન્યા હોય એ જૈનશાસન માટે મહત્ત્વની ઘટના ગણાય છે. આવી મહત્ત્વની ઘટનામાં મહેસાણાના જેતપુરનાં શંકર પટેલ હાલમાં સાગર સમુદાયના ગચ્છાધિપતિ તરીકે જૈનશાસનની ધુરા સંભાળી રહ્યાા છે. દીક્ષાપર્યાયના ૮૧ વર્ષ અને જીવનના ૧૦૦ વર્ષમાં પ્રવેશ કરી રહેલા જૈનાચાર્ય દોલતસાગરસૂરિજીના શતાયુમાં પ્રવેશ પ્રસંગે સુરતમાં ઘોડદોડ રોડ સરેલાવાડી જૈન સંઘ દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ૧૧મી સપ્ટેમ્બરે જાહેર કરાયું હતું.