બોરસદઃ ઝારોલ ગામના વતની ચંદ્રકાન્તભાઇ સોમાભાઇ પટેલનાં પુત્ર સચિનનાં તાજેતરમાં સાદગીપૂર્ણ રીતે લગ્ન થયાં હતાં. આ લગ્ન નિમિત્તે ગામમાં અને આજુબાજુ વસતાં ગરીબ પરિવારને વધુ વીજબીલનો સામનો ન કરવો પડે તેથી એક હજાર પરિવારોને ૨૦ વોલ્ટની એલઇડી લાઇડનું વિતરણ કર્યું હતું. આ અંગે નવદંપતી સચિન અને હંસાએ જણાવ્યું હતું કે, લોકોડાઉન હોવાથી લગ્નનો ખર્ચ બચ્યો હતો અને અમે સાદગીથી લગ્ન કર્યાં હતાં. નાણાં બચ્યાં હોવાથી જે પરિવારો વીજબીલ ભરવામાં સક્ષમ નથી તેમને મદદ કરી હતી.