સુરતઃ પાંડેસરામાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી સંતાનની માતા બનાવી તરછોડનાર ટીઆરબી જવાન સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ટીઆરબી જવાનના ભાઇએ ‘તૂ મેરે ભાઇ કો છોડ દે, નહીં તો તુ અપને જાન સે હાથ ધો બેઠેગી’ એવી ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દીકરાના હ્રદયમાં કાણું છે અને ટીઆરબી જવાને યુવતી અને દીકરાની જવાબદારી લેવાની ના કહેતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે.