આહવાઃ દક્ષિણ વન વિભાગ હસ્તકનાં વઘઈ બોટાનિકલ ગાર્ડન પાસે રૂ. ૨૦ કરોડનાં ખર્ચે ૩૨ હેકટર વન વિસ્તારમાં લેપર્ડ સફારી પાર્ક એન્ડ રેસ્કયુ સેન્ટરનું કામ એપ્રિલથી શરૂ થશે. કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા દીપડાઓનાં સંવર્ધન અને સંરક્ષણ હેતુથી ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં વધઈ રેન્જ હસ્તક આવતાં બોટાનિકલ ગાર્ડનની સામે આવેલા કંપાઉન્ડમાં કુલ ૩૨ હેકટર વન વિસ્તારમાં લેપર્ડ સફારી પાર્ક એન્ડ રેસ્કયુ સેન્ટર કામગીરી મંજૂર થઈ છે.