સુરતઃ સુરતના ઝાપાં બજાર ઐતિહાસિક દાઉદી વ્હોરા સમુદાયની દેવડીમાં ૨૯મી ડિસેમ્બરે હજારો લોકોની મેદની જોવા મળી હતી. સમુદાયના વડા અને ૫૩માં અલ દાઈ મુતલક હિઝ હોલીનેસ ડો. સૈયદના મુફદલ સૈફુદ્દીનના ૭૫માં જન્મદિનની ઉજવણીમાં એકત્ર થયા હતા. સૈયદના મુફદલ સાહેબ પોતાનો જન્મદિન તેમના પિતા અને પુરોગામી સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના જન્મદિને જ અધિકૃત રીતે મનાવે છે. સદગત સૈયદના બુરહાનુદ્દીન સાહેબના જન્મ ઇસ્લામિક કેલેન્ડરના ચોથા મહિના રબીઉલ આખરનાં ૨૦મા દિવસે થયો હતો. આ દિવસે આ વર્ષે ૨૯મી ડિસેમ્બરે આવે છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ સૈયદના મુફદલ સાહેબને તેમના જન્મદિનની પૂર્વસંધ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ડો. સૈયદના મુફદ્દલના જન્મદિને શુભેચ્છા પાઠવી હતી જેનું મુખ્ય પ્રધાને વાચન
કર્યું હતું.