ડ્રોન સર્વેલન્સઃ મદરેસામાં મૌલવી સહિત ૩૪ નમાઝ પઢતાં પકડાયા

Tuesday 07th April 2020 06:38 EDT
 

રાજપીપલા: ઘરની બહાર રખડતા લોકોને પકડવા માટે રાજપીપળા પોલીસે ડ્રોન સર્વેલન્સથી ચેકિંગ હાથ ધરતાં રવિવારે કસબાવાડની મદરેસા એ ગોષીયા ફૈઝારેનઝામાં નમાઝ પઢતા લઘુમતી કોમના લોકો દેખાયાં હતાં.
પોલીસની ટીમો તુરંત જ સ્થળ પર પહોંચતા ૪૦ બાય ૬૦ના હોલમાં મૌલવી સહિત ૩૪ લોકો નમાજ અદા કરી રહ્યા હતાં. નમાજ પૂરી થતાં જ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે મૌલવી સહિત ૩૪ સામે ધી એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. દેશમાં આ પ્રકારના આ પહેલો ગુનો નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter