તાપી જિલ્લામાં પથ્થલગડી મુવમેન્ટના ૧૫૦થી વધુ સભ્યો બન્યા હોવાની શંકા

Wednesday 29th July 2020 07:40 EDT
 
 

અમદાવાદ: એન્ટી ટેરરીસ્ટ સ્કોવોર્ડ તાપી વ્યારાથી પકડેલા ઝારખંડના અને ગુજરાતમાં પથ્થલગડી મૂવમેન્ટ ચલાવતી એક મહિલા સહિત ત્રણને ૨૫મી જુલાઈએ ઝડપી લીધા હતા. જેમાં સામું સુઇલ ઓરેયા, બિરસા સુઇલ ઓરેયા, બબિતા કછપ, સુકર કછપનો સમાવેશ થાય છે. ૩ વ્યકિતઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી છે. પ્રાથમિક તપાસમાં આ લોકોએ તાપી વ્યારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયમાં ૧૫૦થી વધુ આદિજાતિના લોકોને પથ્થલગડી મૂવમેન્ટના સભ્યા બનાવી દીધા હોવાની માહિતી સાંપડી છે. જેના આધારે સભ્ય બનેલા લોકોની પૂછપરછ કરવા માટે એટીએસની ટીમો કામે લાગી છે. બીજી તરફ આદિવાસીઓને કુદરતી સંપત્તિ પર માત્ર અને માત્ર તેમનો જ અધિકાર હોવાનું ઠસાવી તેમને સરકાર સામે હિંસક લડાઇ માટે ઉશ્કેરી સરકાર ઉથલાવવા સુધીના પ્લાન સાથે ચાલતી પથ્થલગડી મૂવમેન્ટના મૂળ ગુજરાતમાં કેટલા ઉંડા છે. તેની ઝીણવટભરી તપાસ થઇ
રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter