ગાંધીનગરઃ દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીના દોસવાડા વિસ્તારમાં વિશ્વના સૌથી મોટાં ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્સની સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ વચ્ચે ૧૪મી ઓક્ટોબરે ગાંધીનગરમાં MOU થયા હતા. રાજ્ય સરકારે એવો દાવો કર્યા હતો કે, ૫ હજાર સ્થાનિક યુવાઓને આગામી દિવસોમાં રોજગારી મળશે. વેદાન્તા ગ્રૂપની હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ કંપની દ્વારા રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ કરાશે.