વલસાડઃ તીથલ ફરવા આવેલા નાની દમણના પરિવારના ચાર સભ્યો તીથલ દરિયા કિનારે પગથિયા પર બેઠા હતા. આ દરમિયાન એક મોટું મોજું આવતા પિતા પુત્રી સહિત ચાર દરિયામાં તણાઈ ગયા હતા. જેમને બચાવવા સ્થાનિકો પહોંચ્યા હતા, પરંતુ પિતાનું મોત નિપજ્યું હતું. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, લગભગ ૧૫ ફૂટ ઊંચું વિશાળ મોજું આવ્યું હતું તેમાં તેઓ તણાઈ ગયા હતા.
તીથલમાં પિતા અને પુત્રી મોટા મોજામાં તણાયા એ પહેલાં એક સ્થાનિકે સમુદ્રનો ફોટો ખેંચ્યો હતો, જેમાં દુર્ઘટનાનો ભોગ બનનારા પિતા પુત્રી આવી ગયા હતા. આ ફોટો ઘટનાના ૫ મિનિટ પહેલાં જ પાડ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.