વાપી: વલસાડ જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશને ૩૧ ડિસેમ્બરથી ૧લી જાન્યુઆરીની સવાર સુધી સ્પેશ્યલ ડ્રાઇલનું આયોજન કરી દમણ, દાનહ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ તેમજ જરૂરી સ્થળે નાકાબંધી ગોઠવી ચેકિંગ કરાયું હતું. જેમાં નશાર્ત અને દારૂની હેરાફેરી તથા નશો કરી વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં કુલ ૧૬૦૭ લોકો સામે ગુના નોંધી પોલીસ મથકથી જ જામીન ઉપર મુક્ત કર્યાં હતાં. નશામાં ઝડપાયેલા આ તમામને જામીન ઉપર છૂટવા સરેરાશ રૂ. ૩ હજાર જામીનદારોએ ચૂકવ્યા હતા. તેથી જામીનદારોના ગજવામાંથી અંદાજિત રૂ. ૪૮.૨૧ લાખની રકમ જમા થઇ હતી.