ભરૂચઃ સાઉથ આફ્રિકામાં વધુ એક ભારતીય ઉપર ગોળી મારી હત્યા થઈ છે. ભરૂચના ટંકારિયા ગામના વતની અને સાઉથ આફ્રિકાના પોલોકવેનમાં રહેતા ફિરોજ અલી ટુંડિયા તેમની કારમાં જઇ રહ્યા હતા. અશ્વેત યુવાને તેમના પર બંદુકની ગોળીઓથી હુમલો કરતાં તેમનું સ્થળે જ મોત થયું હતું. ફિરોજ ઘણાં વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા અને તાજેતરમાં જ પીટર્સબર્ગમાંનવી દુકાન ખરીદી કરી હતી.
૧૯મીએ તેઓ તેમની નવી દુકાનને ગયા હતા. જ્યાંથી કારમાં ફી રહ્યા હતાં ત્યારે અન્ય એક કારમાં કેટલાક અશ્વેત યુવાનોએ તેમનો પીછો કરીને તેમની કાર ઉપર ગોળીબાર કર્યો હતો. તેમની કાર દીવાલ સાથે ભટકાતાં અશ્વેત યુવાનોએ તેમને ગોળીઓથી વીંધી નાંખીને હત્યા કરી હતી અને પછી ફરાર થઇ ગયા હતા.