ભરૂચઃ દક્ષિણ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના વતનીઓ પર છેલ્લા એક મહિનામાં ફાયરિંગ - લૂંટની ચોથી ઘટના ૨૭મી સપ્ટેમ્બરે ઘટી હતી.
વિક એન્ડમાં શોપ બંધ કરીને ભરૂચ જિલ્લાના ટકારિયા ગામના ૬ યુવાનો ૭ સીટર કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. તે સમયે હાઇવે પર ૭થી ૮ અશ્વેત લૂંટારુઓએ કારનું અપહરણ કર્યું હતું અને કારને જંગલમાં લઇ ગયા હતા. ત્યાં અશ્વેતોએ ૮થી ૧૦ ગોળીઓ કારની બહાર અને અંદર ચલાવી ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ટકારિયાના મૈયુદિન ઇસ્માઇલ બોઘાને હાથમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા હતા.
લૂંટારુઓએ તેમની પાસેથી ભારતીય ચલણ પ્રમાણે રૂ. ૮ લાખ જેટલી રકમની અને તેમના મોબાઇલ સહિતની લૂંટ કરીને પછી લૂંટારુઓ ૬ યુવાનોને રોડ પર છોડીને નાસી ગયા હતા.