• સલમાન ખાનના શોના આયોજકો સામે કેસ નોંધાયોઃ દોઢેક વર્ષ પહેલાં સુરતમાં આવેલા વેસુનાં મણિબા પાર્ટી પ્લોટમાં સુરતની એન્ટેક્ષ એન્ટરટેઈનમેન્ટ ફર્મ દ્વારા બોલિવૂડનાં એક્ટર સલમાન ખાનનો એક શો યોજાયો હતો. આ કંપનીનાં ચેરમેન અને એમડી બ્રિજેશ ઘડિયાળીએ મનોરંજન કર સહિતના વેરા ન ભરતાં તેને દંડ સાથે રૂ. ૧.૧૨ કરોડ ભરવાની નોટિસ ફટકારાઈ હતી. આ નોટિસનાં જવાબ ન મળતાં આખરે કંપની પર ફોજદારી ગુનો નોંધાયો છે.
• રૂ. બે હજાર કરોડના બેંક લોન કૌભાંડીઓની ધરપકડઃ યાર્ન બનાવતી સુરતની નાકોડા કંપનીએ કેનેરા બેંકમાંથી રૂ. બે હજાર કરોડની લોન લીધા બાદ નાણાં ચૂકવ્યા નહીં. આ બાબતે બેંકે CBIમાં ફરિયાદ કરી હતી. છ મહિનાની તપાસ પછી સીબીઆઇએ સોમવારે સુરતમાં છાપો મારીને આ કંપનીના ચેરમેન બાબુલાલ જૈન, ડિરેક્ટર દેવેન્દ્ર જૈન તેમજ સીએ જે. સી. સોમાણીની ધરપકડ કરી હતી.
• ઈન્ટરનેશનલ એર પોર્ટ આડે હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ નડે છેઃ એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સુરતમાં આંતરરાષ્ટ્રીય એર પોર્ટ બનાવવાના સર્વે બાદ કહ્યું કે, સુરતમાં ફોરેન ફ્લાઈટ્સને લેન્ડિંગ માટે કુલ ૧૬ જેટલી ઈમારતો નડે તેમ છે.