દમણઃ પાલિકાના ભાજપના સભ્ય સલીમ અનવર બારવટિયા (મેમણ) બીજીએ સાંજે ખારીવાડમાં આવેલા બાઇકના શોરૂમ પર ગયા હતા. ત્યાં ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ધસી આવેલા કેટલાક લોકોએ સલીમ મેમણ કંઇ બોલે કે સમજે તે પહેલાં આડેધડ ગોળીબાર કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયા હતા. ત્રણ બાઇક પર ૬થી વધુ લોકો આવ્યા હતા અને બે જણા શોરૂમમાં ઘુસ્યા હતા. આડેધડ ગોળીબારમાં સલીમ મેમણ જમીન પર ઢળી પડયો હતો. ભરચક વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો દોડી ગયા હતા. સલીમ મેમણને મરવડ હોસ્પિટલમાં લઇ જતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો.