દમણઃ સંઘપ્રદેશ દમણના ખ્યાતનામ ભાજપ અગ્રણી અલ્પસંખ્ય પરિવારના સૌથી જૂના અને વ્યસ્ક એવા બિલ્ડર નઝીર ડીંગમારનું આઠમીએ વહેલી સવારે અપહરણની ફરિયાદ દમણ પોલીસમાં થઈ છે. વહેલી સવારે નઝીર નમાઝ અદા કરવા મસ્જિદમાં ગયા ત્યાંથી તેઓ પરત ઘરે ન ફરતાં પરિવારે એમનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ડીંગમારના મોબાઈલ પરથી અજાણ્યા શખ્સોએ કરોડો રૂપિયાની ખંડણી માગતા પરિવારે પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે મોબાઈલના લોકેશનની માહિતી ટ્રેસ કરીને તપાસનો આરંભ કર્યો હોવાનું જાણવા મળે છે.