કેવડિયા કોલોનીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થયે ૩૧ ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે તેમજ ભારતના મિત્ર દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ખાસ એકતા પરેડનું આયોજન પણ યોજાવાની જાહેરાત તઈ છે. આ કાર્યક્રમની ઉજવણીની તૈયારી અને ચકાસણીના ભાગરૂપે દિલ્હી યુનિયન ઓફ સેક્રેટરીની ટીમ ૨૫મી સપ્ટેમ્બરે કેવડિયા આવી પહોંચી હતી. આ ટીમમાં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા તેમજ ગૃહ વિભાગના અલગ અલગ અધિકારીઓ, એન એસ જી, આઈ બી, સી આર પી એફ, બી એસ એફના ડેપ્યુટી જનરલ હાજર હતા.